top of page

રાત્રે ખરીદેલા પુષ્પથી બીજા દિવસે સવારે પ્રભુની પૂજા થઈ શકે ?...

Aug 27
1 min read
A spiritual diagram or illustrative representation of Mithyatva (wrong belief) versus Samyag (right belief) concerning the soul's journey toward liberation in Jainism


પ્રશ્ન : રાત્રે ખરીદેલા પુષ્પથી બીજા દિવસે સવારે પ્રભુની પૂજા થઈ શકે ?

ઉત્તર :

આવી વાતોનો નિર્ણય શાસ્ત્ર, પરંપરા અને વર્તમાન સંયોગોના આધારે થતો હોય છે. એટલે એ નિર્ણય કરવાનો અધિકાર શ્રીસંઘના અગ્રણી ગીતાર્થોનો ગણાય.


વર્તમાનમાં સવારનાં ખરીદેલાં પુષ્પોથી જ પ્રભુની પુષ્પપૂજા (અને અંગરચના) કરવાનો વ્યવહાર પ્રસ્થાપિત થયેલો જોવા મળે છે.


આગલા દિવસે રાત્રે ખરીદેલાં પુષ્પોથી બીજે દિવસે પ્રભુની પુષ્પપૂજા થતી હોય – તેવું લગભગ જોવા મળતું નથી.


એટલે, પ્રસ્થાપિત વ્યવહારને ફેરવવાની અનુમતિ શ્રીસંઘના અગ્રણી ગીતાર્થો ન આપે, ત્યાં સુધી તે વ્યવહારને અનુસરવો – તેનો ભંગ ન કરવો, તે માર્ગ છે. તર્કોથી – દલીલોથી તેનું ખંડન કરવું – તે માર્ગ નથી.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page