પૂજા માટેનાં પ્લેન (ડિઝાઇન વગરનાં) વસ્ત્રો અશુદ્ધ થઈ ગયા હોય, તો તેને સામાયિકમાં વાપરી શકાય ?
Aug 20
1 min read
Updated: Aug 26

પ્રશ્ન : પૂજા માટેનાં પ્લેન (ડિઝાઇન વગરનાં) વસ્ત્રો અશુદ્ધ થઈ ગયા હોય, તો તેને સામાયિકમાં વાપરી શકાય ?
ઉત્તર :
આ પ્રશ્ન ભાઈઓનાં વસ્ત્રો માટે છે – એવું સમજાય છે, કારણકે પ્લેન વસ્ત્રોની વાત છે. હાલમાં પ્રસ્થાપિત વ્યવહાર એવો છે કે ભાઈઓ
- સુતરાઉ
- સફેદ
- પ્લેન (ડિઝાઇન વગરનાં)
- સીવ્યા વગરનાં
- ધોયેલાં શુદ્ધ
વસ્ત્રો પહેરીને સામાયિક કરી શકે.
પૂજાનાં વસ્ત્રો માટે નિયમ એવો છે કે બીજા કોઈપણ કાર્યમાં વપરાયેલાં વસ્ત્રો પૂજા માટે ન વપરાય. સામાયિકનાં વસ્ત્રો માટે નિયમ એવો છે કે બીજા કાર્યમાં વપરાયેલ વસ્ત્ર, ધોઈને સામાયિક માટે વાપરી શકાય. એટલે, પૂજાનાં વસ્ત્રો, જો ઉપર જણાવ્યા મુજબનાં હોય, તો અશુદ્ધ થયેલાં હોય તો ધોઈને સામાયિક માટે વાપરી શકાય.
Article written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments