નેતા કોને બનાવાય?...

નેતૃત્વ કોને સોંપાય ? બુદ્ધિમાન્ને, ગુણવાન્ને કે પુણ્યશાળીને ?
સર્વથા નિર્ગુણીને ન સોંપાય. પાયાના ગુણો હોય તેવા પુણ્યશાળીને સોંપાય; વિશિષ્ટ બુદ્ધિમાન્ કે વિશિષ્ટ ગુણવાન્ ભલે ન પણ હોય. કારણ એ છે કે નેતા પુણ્યશાળી હોય, તો સમુદાય તેના નેતૃત્વ નીચે સંપથી રહે, તેના વચનને સ્વીકારે.
સભા : પણ બુદ્ધિ ન હોય, તો ભૂલ ન થાય ?
પુણ્યશાળીને સાચી સલાહ આપનારા બુદ્ધિમાનો મળી રહે.
દેખીતી રીતે તેની ભૂલ થાય તો પણ, તેનું પુણ્ય એવું હોય કે પરિસ્થિતિ બદલાઈ જાય અને તેના નિર્ણયને સાચો પાડે.
ગુણો વ્યક્તિગત આરાધનામાં કામ લાગે. સામુદાયિક આરાધના કરાવવા પુણ્ય જોઈએ.
પ્રભવસ્વામી ચૌદ પૂર્વધર હતા. તેમના શિષ્યોમાં પણ જ્ઞાની-પૂર્વધરો, આરાધક-તપસ્વી-સંયમી મહાત્માઓ હશે જ. તેમાં તેમને કોઈ પટ્ટધર બનવા યોગ્ય ન દેખાયું, અને છેક શય્યંભવ બ્રાહ્મણ સુધી નજર પહોંચાડી. તેનું કારણ એ જ કે તેવા પુણ્યશાળી કોઈ નહીં હોય.
શાસ્ત્રોમાં બાળમુનિને આચાર્યપદ આપવાની વાત આવે છે, તે પુણ્યના કારણે જ.
Extract from Book Aho Jinshasanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments