ધર્મનું ઓછામાં ઓછું ફળ મેળવવા શું જોઈએ ?...
Aug 8
1 min read

જઘન્ય ફળ મેળવવા કેવો ભાવ જોઇએ ? મુખ્યપણે બે વસ્તુ જોઇએ.
આરાધના પ્રત્યે અનાદર ન જોઇએ.
‘આવું શા માટે કરવાનું ?’ એવો તિરસ્કારભાવ હોય... કર્યા પછી ‘કરવું પડ્યું’ તેનો અફસોસ-બળાપો હોય... દેવ-ગુરુની અવહેલના-આશાતના હોય... તો જઘન્ય ફળ પણ ન મળે, ક્યારેક નુકસાન પણ થાય.
કેટલીક વાર કોઇ પરાણે-ફરજીયાત ધર્મ કરાવે, ત્યારે આવા ભાવ સંભવિત હોય છે.
સભા : તો તે રીતે નહીં કરવાનું ?
એવો નિયમ નહીં કરવાનો. તે-તે વ્યક્તિ અને તે-તે સંયોગના આધારે નિર્ણય થાય.
પ્રતિજ્ઞાનો ભંગ ન જોઇએ.
સામાયિક લીધા પછી મોબાઇલથી રમ્યા કરે... ઉપવાસનું પચ્ચક્ખાણ લઇને માવો ખાય... તો જઘન્ય ફળ પણ ન મળે.
એટલે સામાન્ય શ્રદ્ધા-બહુમાન સાથે, પ્રતિજ્ઞાનું સ્થૂલ પાલન હોય,તેને પણ જઘન્ય ફળ મળે છે.
Extract from Book Samyaktva written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
સમ્યક્ત્વ (Samyaktva)
₹50.00₹10.00
Buy Now

Comments