અનુકંપા કઇ રીતે કરાય ?...
- Jun 27
- 1 min read

અનુકંપાનાં કાર્યો (જેમ કે ખીચડી ઘર વિ.) એ રીતે જ કરવા જોઈએ જેથી વધુમાં વધુ શાસન પ્રભાવના થાય.
‘આ જૈનો કરી રહ્યા છે’ એવી સૌને ખબર પડે, તેવા બેનર નીચે જ એ કામ કરવું જોઈએ. ‘જૈન’ શબ્દ આવવો જ જોઈએ.
આવાં કામોની સર્વત્ર જાહેરાત પણ કરવી જોઈએ, જેથી સામાન્ય લોકો પણ જાણે કે ‘જૈનો માનવતાના કાર્યો પણ કરે જ છે, માત્ર દેરાસરોમાં પૈસા નથી ખરચતા.’ આમ કરવાથી લોકોના હૃદયમાં જૈનો પ્રત્યે સદ્ભાવ ઊભો થાય, જે શાસન-પ્રભાવના છે.
સભા – આપણે સુકૃતોની જાહેરાત ન કરવી જોઈએ, એવું કહેવાય છે ને !
એ વાત વ્યક્તિગત સ્તરની છે. તમે તમારું સુકૃત જાહેર ન કરો, તે બરાબર જ છે. પણ અનુકંપા જેવા કાર્યમાં, 'જૈન સંઘ' આ કરી રહ્યો છે, એવી જાહેરાત અત્યંત જરૂરી છે. કારણકે
1. ઘણાંને એવો ભ્રમ છે કે જૈનો પથ્થરમાં જ પૈસા ખર્ચે છે, તે દૂર થાય.
2. જેમને સહાયતા મળે છે, તેમને જૈનો, જૈનોના ભગવાન પ્રત્યે બહુમાન ઊભું થાય, જે બોધિબીજ બને.
3. લોકોમાં જૈનોની પ્રશંસા થાય – ‘જૈનો સમાજનાં સુંદર કાર્યો કરે છે.’
આ બધા લાભ ઘણા મોટા છે, એટલે આવા સુકૃતો જાહેર રીતે જ કરવા જોઈએ.
Extract from Book Samkit Nu Mul Janiye Jee written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Comments