top of page

ભાવ વિનાના દાનનું ફળ...

  • Jun 6
  • 1 min read

Updated: Jul 22

Can donation without intense feeling still benefit you? P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb explains how giving just 500 ₹ reduces your Parigrah and stops the accumulation of Paap


સૌ પહેલી વાત દાનની કરીએ


માનો કે તમે ૫૦૦ ₹ નું દાન કર્યું. તેનાથી તમારો પરિગ્રહ ઘટ્યો કે નહીં ? ઘટે જ છે. અને દ્રવ્યથી જ પરિગ્રહ નથી ઘટતો, ભાવથી પણ ઘટે છે.

તમે કોઇને ૫૦૦ ₹ આપ્યા. તે ખિસ્સામાં મૂકીને ચાલતો થયો. પછી ‘એ ૫૦૦ ₹ મારા છે’ એવી મમત્વબુદ્ધિ રહે ખરી ? નહીં જ.


એ મમત્વ ગયું, એ જ ભાવ-પરિગ્રહનો ઘટાડો છે.

જો તમે ૫૦૦ ₹ ન આપ્યા હોત, તમારા ખિસ્સામાં જ રાખ્યા હોત, તો ‘એ મારા છે’ એવું મમત્વ (ભાવ-પરિગ્રહ) રહેત જ... તેનાથી પાપકર્મ બંધાત જ...દાન કરવાથી તમે એ પાપબંધથી અટકી ગયા.


બીજી વાત, ૫૦૦ ₹ નું દાન ન કર્યું હોત, તમારા ખિસ્સામાં હોત, તો તેનો શું ઉપયોગ કરત ?

કોઇક ને કોઇક પાપકાર્યમાં જ તેનો ઉપયોગ કરત... દાન કરી દેવાથી તમે એ સંપત્તિનો પાપમાં ઉપયોગ કરવાથી અટકી ગયા. (બીજા પૈસાથી કદાચ પાપ કરો તો પણ એ ૫૦૦ ₹ થી તો હવે કોઇ પાપ કરવાના નથી જ.)


આમ, દાને તમને પાપપ્રવૃત્તિથી અટકાવ્યા, અને એટલે પાપબંધથી પણ અટક્યા.



Extract from Book Aaradhana Nu Fal written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું ફળ (Aaradhana Nu Fal)
₹25.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page