કષાયજય 1.0 : Highlights
- May 31
- 2 min read
Updated: 10 hours ago

Session Topics
1 : કષાયને જાણીએ
2 : કષાયને પડકારીએ
3 : કષાયને ખોળીએ
4 : કષાયને ઘટાડીએ
5 : કષાયને શમાવીએ
6 : કષાયને જીતીએ
--------------------------------------
પ્રવચન સાર :
‘પૈસા કમાવાના ઉપાયો’ બતાવાતા હોય, તો સાંભળવા મન લલચાય છે.
‘કષાય ઘટાડવાના ઉપાયો’ સાંભળવા મન લલચાય છે ખરા ?
નફો થાય, તે જ ધંધો સાચો છે.
જેનાથી કષાય ઘટે, તે જ સાચી આરાધના છે.
ધંધો કરવામાંથી નફો થઈ નથી જતો. નફો કરવાનું લક્ષ્ય જોઈએ, તેની ગણતરી પૂર્વક ધંધો કરાય; તો નફો થાય.
આરાધના કરવા માત્રથી કષાય ઘટી નથી જતા. કષાય ઘટાડવાનું લક્ષ્ય જોઈએ, તે રીતે આરાધના કરાય, તો નફો થાય.
બીજાના વધુ વખાણ સહન ન થઇ શકવા રૂપ (આપણને લાગતા અત્યંત નાના) કષાયે પણ સિંહગુફાવાસી મુનિનું પતન કર્યું છે.)
નાની પણ ચિનગારી, દાવાનળ ભડકાવી શકે છે. નાનો લાગતો પણ કષાય, અનંત સંસાર ઊભો કરી શકે છે.
આ મનુષ્યભવ અને જિનશાસન કષાય ઘટાડવા માટે મળ્યા છે.
કષાયને ઘટાડીને તો જ મળેલા મનુષ્ય જન્મ અને જિનશાસનની સાર્થકતા છે.
‘મારે આ ભવમાં કષાય ઘટાડવા જ છે’ એવો દૃઢ સંકલ્પ હશે, તો જ કષાય ઘટશે.
અને તેના માટે રોજે રોજ જાતને યાદ કરાવવું પડશે - ‘કષાય ઘટે, તો જ તારો જન્મ સફળ છે.’
આરાધના કરવાના સમય પૂરતાં જ કષાય ઘટાડીએ, તે હકીકતમાં ઘટાડો નથી, દમન છે.
આરાધના પૂર્ણ થયા પછી પણ કષાય ઘટેલા રહે, તે સાચો ઘટાડો છે, શમન છે.
તેના માટે આરાધના સાથે ભાવના હોવી અનિવાર્ય છે.
ઉપધાનમાં ૪૭ દિવસ ધંધો છોડો છો... પણ ઘરે ગયા પછી લોભ એવો ને એવો રહે છે; કારણકે ૪૭ દિવસ ‘લોભ ખરાબ છે... કાયમ માટે ઘટાડવા જેવો છે...’ એવી ભાવના નથી હોતી.
કેટલાય કષાયોને ‘કષાય’ રૂપે આપણે ઓળખતા જ નથી.
દૂધ મોળું આવે, અને ખાંડ નાખવાની ઈચ્છા થાય, તે પણ એક કષાય છે – એ ખબર છે ?
૨૪ કલાક ગુસ્સો ન કરે, તેને ૧ લાખ રૂ.નું ઇનામ હોય, ત્યારે ૧ લાખ રૂ. માટે ગુસ્સો છોડનાર, લોભને પોષવા ક્રોધને દબાવે છે... તે કષાયનો ઘટાડો નથી.
ભવાંતરમાં સદ્ગતિ મેળવવા માટે જ જો આપણે કોઇક દોષ છોડતા હોઈએ, તો એ ૧ ભવ પૂરતું દમન જ નથી ને ? એ વિચારવા જેવું છું.
અનંત કાળમાં આરાધના ઘણી કરી... પણ
કષાય ઘટાડવાનું લક્ષ્ય જ નહોતું...
કષાયની ઓળખાણ જ નહોતી...
થોડા કાળ માટેના દમનને કષાયનો ઘટાડો માની લીધો...
એના કારણે, હકીકતમાં કષાય ઘટ્યા જ નથી...
હવે જો આ ભવમાં કષાય ઘટાડવા જ હોય, તો
તેનું લક્ષ્ય કેળવવું પડશે.
કષાય ઓળખવા પડશે.
દમન નહીં, શમન કરવું પડશે. તેના માટે ભાવના જોઈશે...
એ ભાવના કઈ... ?
આ પ્રશ્નોના ઉત્તર અને સચોટ માર્ગદર્શન મેળવવા માટે... આવી રહ્યું છે..
કષાયજય 2.0
...COMING SOON...

આ શિબિરથી ગણું જાણવા મળ્યું પણ જીવનની એક બવ મોટી ભ્રમણા દુર થઈ ગઈ કે
સંસાર માં બધું મહેનત થી નઈ પુણ્ય થી મળે છે.
જ્યારે ધર્મમાં બધું સમ્યક લક્ષ સાથે ના પુરુષાર્થ થી મળે છે નઈ કે પલાઠી વાળી ને બેસી રેવાથી.
માટે આત્મકલ્યાણ કરવું હોય તો કષાયો ને જાણી, પિછાણી, શમાવી અને જીતવાજ પડશે. એ માટે તો સિસ્ટમેટિક પ્લાન બતાવા બદલ ગુરુદેવ નો ખૂબ ખૂબ આભાર 🙏
હું બવ જ શોર્ટ માં આ શિબિર ની ઓળખ આપું તો
કષ+આય = કષાય = સંસાર નો વધારો
શું છે આ કષાય?
આપણો સંસાર આટલી આરાધના કરવા છતાં શા માટ ઊભો છે?
મોક્ષ તરફ આગળ વધવામાં આપણી જાતેજ આપણે કેવા અવરોધો ઊભા કરીએ છેએ?
આરાધનાઓ શા માટે અને કયા હેતુ થી કરવાની?
આ બધા સવાલોના જવાબ મેળવવા અને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ વગેર કષાયો પર વિજય મેળવવા પધારો, કષાય જય શિબિર.
ધર્મ ઘણો કરાયો પણ હંમેશા કંઈક મિસિંગ લાગતું, કેમકે જે આરાધનાનું પરિણામ આવું જોઈએ તે આવતું નઈ, આ શિબિર થી જાણવા મળ્યું કે પરિણતિ ની નિર્મળતા પર તો ધ્યાન જ નથી આપ્યું, આપડા ધર્મમાં એક એક આરાધના કોઈ ને કોઈ પરિણતિ ની નિર્મળા માટે ની છે પણ કદી સમજાયું નઈ. આ શિબિર થી લાગ્યું કે કઈ રીતે ક્રિયા એ ભાવના ની વૃદ્ધિ માટે છે, ભાવના સાથે ક્રિયા હોય અને એ લક્ષ સાથે ક્રિયા કેમ કરાય એની જલક સાહેબે બતાવી એ વધુ જાણવા I am waiting for Kashayjay 2.0 🙏
The Shibir offered a highly practical and realistic approach. What I liked most was Gurudev's advice: Before starting any Aaradhana, pause for 2 minutes to reflect on why you are doing it and which Kashay you aim to overcome. Observing the results after that completely changes the experience of the Aaradhana.
કષાયો કેટલા ભયંકર છે તે આ શિબિર થી સમજાયું. એક કષાય દબાવવા જતા બીજો કેમ ઊભો થાય છે એ ખરેખર પહેલી વાર જાણવા મળ્યું. કષાય નું દમન જ કરતાં આવ્યા છીએ હવે શમન systematically કેમ કરવું તે પહેલી વાર સમજ્યું 🙏