દીક્ષાર્થી-મુમુક્ષુઓની ભક્તિની કરી નવસારી-આદિનાથ સંઘે સુંદર વ્યવસ્થા
- Shraman Books
- Dec 30, 2025
- 1 min read

નવસારી આદિનાથ સંઘમાં બિરાજમાન ગુરુ ભગવંતે (પૂ.પં. શ્રી ભવ્યસુંદરવિ. મ.સા.), પર્યુષણમાં સાધર્મિક ભક્તિના કર્તવ્યમાં એક સરસ રજૂઆત કરી કે સાધર્મિકોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ, ગુરુ ભગવંત પાસે સંયમની તાલીમ લઇ રહેલા મુમુક્ષુઓ આવે, કારણકે તેઓ આવતીકાલના સંયમી છે..
વિહારમાં આવતા ગુરુ ભગવંતો, પોતાની સાથે રહેલા મુમુક્ષુઓની વ્યવસ્થાની સૂચના કરે; તેના કરતાં ઉત્તમ એ છે કે શ્રાવકો તેમની ભક્તિ માટે ઉલ્લસિત થઈને વિનંતી કરે..
સંઘે ભવ્ય પ્રતિસાદ આપ્યો.. મુમુક્ષુઓની ભક્તિ કરવા ઉલ્લસિત પરિવારોએ ટપોટપ પોતાના નામો લખાવ્યાં.. અને સુંદર વ્યવસ્થા ગોઠવાઈ ગઈ..
વિહાર કરીને આવી રહેલા મહાત્માઓને વિહાર-સેવા માટે જતાં યુવાનો જ મુમુક્ષુઓની ભક્તિ માટે વિનંતી કરશે.. અને ભક્તિ કરવા ઉલ્લસિત પરિવારોને જાણ કરશે..
શ્રી સંઘ અને ભક્તિ કરવા ઉલ્લસિત થયેલા પરિવારોની
અંત:કરણથી અનુમોદના…
Inspiration by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments