top of page

સંપત્તિનો શાસનમાં ઉપયોગ...

Nov 14
2 min read


ભ્રમણા : સંપત્તિથી શાસન ચાલતું નથી. સંપત્તિથી શાસન ચાલતું હોત, તો પ્રભુની સેવામાં ૬૪ ઇન્દ્રો હતા, તેમના દ્વારા પ્રભુ બધાને જૈન બનાવી શકતા હતા; તે કેમ ન બનાવ્યા ?


વાસ્તવિકતા : માત્ર સંપત્તિથી શાસન નથી ચાલતું – તે જેમ હકીકત છે; તેમ સંપત્તિ વિના પણ શાસન નથી ચાલતું – તે પણ હકીકત છે.

જો સંપત્તિ વિના શાસન ચાલી શકતું હોત; તો

1. દેવદ્રવ્યાદિ સાત ક્ષેત્રની વ્યવસ્થા શાસ્ત્રમાં શા માટે બતાવી ?

2. દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારને અનંત સંસાર પરિભ્રમણનો દોષ શા માટે બતાવ્યો ?

3. દેવદ્રવ્યાદિની વૃદ્ધિ/સંરક્ષણમાં શાસનની પ્રભાવના વગેરે મહાન્ લાભ શા માટે બતાવ્યો ?

4. દેવદ્રવ્યાદિની રક્ષા માટે પૂર્વના મહાપુરુષોએ જાનનું બલિદાન કેમ આપ્યું ?

5. દેવદ્રવ્યાદિની હાનિની ઉપેક્ષા – એ સર્વથા અપરિગ્રહી સાધુ ભગવંતો માટે પણ સમ્યગ્દર્શનનો અતિચાર – પ્રાયશ્ચિત્તનું

સ્થાન કેમ બતાવ્યું ?

આવા ઢગલાબંધ પ્રશ્નો થશે.

દાનવીરોની થતી કીર્તિની ઇર્ષ્યા, કેટલાક લોકોને શાસન સમજવા જ  નથી દેતી.

પ્રભુએ બતાવેલો માર્ગ – એ શાસન છે.

પણ એ માર્ગને સમજવા-સમજાવવા માટે અનેક પ્રકારની સંપત્તિ અનિવાર્ય છે.

Ø  ગ્રંથો નહીં સચવાય, તો માર્ગની જાણકારી ક્યાંથી મળશે ? અને ગ્રંથો લખવા-છપાવવા-ટકાવવા-સાચવવા-રાખવા માટે સંપત્તિ જોઇશે જ.

Ø  જ્યાં લોકોને માર્ગ સમજાવી શકાય, તેવાં સ્થાનો ઠેર ઠેર જોઇએ. તે સ્થાનોને ટકાવવા-સાચવવા પણ સંપત્તિ જોઇએ.

Ø માર્ગની સમજણ ધરાવનારા, પોતાના નિર્વાહની ચિંતા છોડીને આખું જીવન માર્ગના પ્રસારમાં ગાળી શકે – તે માટે તેમના

નિર્વાહની જવાબદારી કો’કે નિભાવવી પડે. તેના માટે પણ સંપત્તિ અનિવાર્ય છે.


  • યાદ રહે, તૃપ્તિ પાણીથી જ થાય છે, પણ પાણી સાચવવા-લાવવા માટે વાસણ અનિવાર્ય છે.

    તેમ ભાવ એ મુખ્ય શાસન છે, પણ દ્રવ્યના આધાર વિના તે ટકવો અસંભવપ્રાયઃ છે. એટલે દ્રવ્ય પણ શાસનનું અનિવાર્ય અંગ છે.

    શાસ્ત્રોમાં નિધિ રૂપે (આજની ભાષામાં Reserved Fund - અનામત ફંડ) દ્રવ્યને સ્થાપિત કરવાની વાત છે, જેનાથી શાસન ચાલ્યા કરે, આપત્તિમાં કામ લાગે.

    એટલે, સંપત્તિ શાસનનું અનિવાર્ય અંગ છે, તેની ઉપેક્ષા થઇ શકે નહીં.

  • પ્રભુએ ઇન્દ્રો દ્વારા લોકોને સંપત્તિ આપીને ભલે જૈન નથી બનાવ્યા, ઇન્દ્રોએ પોતાની શક્તિ-સંપત્તિનો ઉપયોગ પ્રભુનો મહિમા વધારીને લોકોને પ્રભુના માર્ગે આકર્ષિત કરવામાં (અર્થાત્ જૈન બનાવવામાં) કર્યો જ છે. સમવસરણ વગેરે આડંબર, દેવદુંદુભિ વગેરે પરિકર એના માટે જ દેવો રચે છે.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page