આભાસિક ઉપશાંતતા...
- Shraman Books
- Dec 13, 2025
- 1 min read
Updated: Dec 30, 2025

રોગ દબાયેલો સારો ? કે પ્રગટ થયેલો ?
સભા: પ્રગટ થયેલો. ખબર પડે, તો દવા થાય.
બરાબર છે. દબાયેલો રોગ ખબર ન પડવાથી દવા તો ન થાય, પણ ‘રોગ નથી’ એમ માનીને અપથ્ય વાપરે, તો રોગ વકરે.
એમ, જેને અંદર રાગ-દ્વેષ અકબંધ હોય, બહારથી ઉપશાંતતા હોય, તે પોતાની જાતને ઉપશાંત માનીને અશુભ નિમિત્તો સેવે, તો રાગ-દ્વેષ વધે.
એકાંત નિશ્ચયવાદીઓમાં એમ જ થાય છે.
ઘણા કહેતા હોય છે - 'તેઓ ઉપશાંત હોય છે.’ હકીકતમાં એ આભાસ છે.
સભા : એ નક્કી શી રીતે કરવું ?
જ્યાં જ્ઞાનીની પરતંત્રતા નથી... 'જ્ઞાનીનાં વચન પોતાને ન સમજાય, તો પણ સ્વીકારવા' એવી શ્રદ્ધા નથી... તેના ગુણો આભાસિક સમજવા.
તેનું કારણ એ છે કે ઉપરથી ગમે તેટલા શાંત થયેલા દેખાતા હોય, અંદર દૃષ્ટિરાગ અકબંધ પડ્યો છે.
જ્ઞાનીનાં વચન ન સ્વીકારવા - એનું નામ જ દૃષ્ટિરાગ છે...
Extract from Book Bhavna nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments