top of page

આંતરદ્રષ્ટિ...

  • Feb 7
  • 1 min read

Updated: Feb 10



  • આંખ બંધ રાખીને ઇર્યાસમિતિ પાળી શકાય ? જીવ મરી ન જાય, તે માટે એકાગ્રતાપૂર્વક જોઇને ચાલે,

    તેને બાહ્ય દૃષ્ટિ કહેશો ?

  • આંખ બંધ રાખીને પડિલેહણની ક્રિયા થઇ શકે ? આંખ ખુલ્લી રાખે, અને વસ્ત્રને ધ્યાનથી જુએ,

    તો બાહ્ય દૃષ્ટિ કહેવાય?

  • આ બધી બાહ્ય દૃષ્ટિ નથી, આંતર દૃષ્ટિ જ છે, જો તે બધા પાછળ આત્માને નિર્મળ કરવાનું લક્ષ્ય હોય,

    તો

    આંતર દૃષ્ટિનો અર્થ એ નથી કે આંખ બંધ કરીને 'અંદર' જોવું.

    આત્માની નિર્મળતાનું લક્ષ્ય હોવું તે જ આંતર દૃષ્ટિ છે

  • 'અંદર જોવું' કે 'અંદર ઊતરવું' શબ્દોનો અર્થ એ જ છે કે આત્માનું હિતાહિત વિચારવું. તેનો અર્થ એ

    થી કે આંખ બંધ કરીને બહાર જોવાનું બંધ કરવું.

    હકીકતમાં જ્યાં આત્માના હિત માટે બહાર જોવું જરૂરી છે, તેવા પડિલેહણ વગેરેમાં આંખ બંધ કરવી,

    તે બાહ્ય દૃષ્ટિ બની જાય !

    'ગોચરી વાપરતાં પણ જોઇને વાપરવાનું વિધાન છે. અંધારું હોય, ત્યાં વાપરવાની મનાઇ છે. ગોચરી

    પરઠવવા પણ જોવું જ પડે એ બધી આંતર દૃષ્ટિ જ છે.

  • જ્યાં આત્માને નિર્મળ કરવાનું લક્ષ્ય છે, ત્યાં આંતર દૃષ્ટિ જ છે, ભલે આંખ ખુલ્લી હોય, બહાર જોતો

    હોય

    જ્યાં આત્માને નિર્મળ કરવાનું લક્ષ્ય નથી, ત્યાં બાહ્ય દૃષ્ટિ જ છે, ભલે આંખ બંધ હોય.

  • કેટલાક લોકોએ પ્રચાર દ્વારા એવો ભ્રમ ઊભો કર્યો છે કે આંખ બંધ કરીને ધ્યાન કરતો હોય, તે 'ઊંચો'

    સાધક. અને આખો દિવસ આરાધના કરતો હોય, તે 'નીચો' સાધક.

    વાસ્તવિકતા આખી જુદી છે.



Extract from Book Dhyan Jain Dharmani Drushtie written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


ધ્યાન જૈન ધર્મની દૃષ્ટિએ (Dhyan Jain Dharmani Drushtie)
₹15.00₹5.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page