top of page

આચરણા પણ માર્ગ છે…

  • Writer: Shraman Books
    Shraman Books
  • Oct 25
  • 1 min read
ree

‘શાસ્ત્રમાં કહ્યું હોય, તેટલું જ થાય.’ એવું માનવું–કહેવું, તે પરમાત્માના વચનનો ઘોર અનાદર છે, કારણકે સ્વયં પરમાત્મા જ કહી ગયા છે કે પૂર્વાચાર્યોની આચરણા પણ માર્ગ છે.


બારસા સૂત્રમાં એક વાત આવે છે – અષાડ ચોમાસીથી ૫૦ દિવસ ગયા પછી અમે સંવત્સરી પ્રતિક્રમણ વગેરે પર્યુષણા-કલ્પ આચરીએ છીએ. શા માટે ? કારણકે અમારા પૂર્વાચાર્યો તેમ કરતાં હતાં. તેઓ શા માટે તેવું કરતાં હતાં ? કારણકે તેમના પૂર્વાચાર્યો તેવું કરતાં હતાં. આમ ત્યાં સ્પષ્ટપણે આચરણાને માર્ગ રૂપે જણાવ્યો છે. શા માટે આચરણાને માર્ગ રૂપે સ્વીકારવો જરૂરી છે ? તે આપણે વિચારી રહ્યા હતા.


શાસ્ત્ર રચાયાં, ત્યારે તે કાળે પ્રસિદ્ધ-પ્રચલિત વસ્તુઓ–રીતરિવાજોનું વર્ણન તેમાં કરાયું. કાળ વ્યતીત થતાં વસ્તુઓ–રીતરિવાજો બદલાય, નવા ઊભા થાય, જૂના નષ્ટ થાય... તે બાબતનો નિર્ણય તે-તે કાળના જ્ઞાની ભગવંતો કરે, તે આચરણા બને છે. તેને અનુસરવું, તે માર્ગ છે. તેની ઉપેક્ષા-અનાદર કરનારો, માર્ગ પર ટકી શકતો નથી.


હું તમને એક આશ્ચર્યજનક વાત કરીશ. અમે અને તમે, જેટલી આરાધના કરીએ છીએ, તેનું વિશ્લેષણ કરાય કે – ‘આમાં શાસ્ત્રાધારે થતી આરાધના કેટલી ? અને પૂર્વાચાર્યોની આચરણાના આધારે થતી આરાધના કેટલી ?’ તો તેનું પરિણામ ચોંકાવનારું હશે –

૧૦-૨૦% આરાધનાઓ જ કદાચ શાસ્ત્રાધારે થાય છે,

૮૦-૯૦% આરાધનાઓ કદાચ આચરણાને અનુસારે જ થાય છે !

Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page