top of page

ભવ્ય એવા નવસારી આદિનાથ સંઘની સુંદર ભક્તિ...

  • Writer: Shraman Books
    Shraman Books
  • Nov 1
  • 1 min read

Updated: Nov 2

ree

નવસારી આદિનાથ સંઘના ઉપક્રમે ઉપધાનની આરાધના ચાલી રહી છે. (લાભાર્થી - શ્રમણોપાસક પરિવાર)


આ ઉપધાનની આરાધનાની અનેક વિશેષતાઓમાં એક અનોખી વિશેષતા એ છે કે આરાધકોની નીવિમાં પીરસવાની ભક્તિ શ્રી સંઘના શ્રાવક-શ્રાવિકાઓ જ કરે છે. (ભાઈઓને ભાઈઓ અને બહેનોને બહેનો જ પીરસે છે)


દીવાળીના દિવસોમાં બપોરના ૧૨.૪૫ વાગે આવવું અને ૨.૧૫ સુધી પીરસવા માટે શ્રાવક-શ્રાવિકાઓ તૈયાર થશે? એ એક વાર મૂંઝવણ હતી...


પણ ખૂબ ઉલ્લાસથી શ્રી સંઘ ભક્તિ કરે છે. જરૂર કરતાં બમણી સંખ્યામાં ભક્તિ કરવા સહુ તત્પર છે. તેમના 'વારા' રાખવા પડે છે... સ્વયં સંપન્ન-શ્રીમંત શ્રાવકો, ટ્રસ્ટીઓ પણ અદના સેવક બનીને ભક્તિ કરે છે...


શ્રીસંઘની ભક્તિના અંતરથી ઓવારણાં... હાર્દિક અનુમોદના !!


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page