top of page

દ્વેષ રાગજન્ય છે...

  • 2 days ago
  • 1 min read


દ્વેષ એ તીવ્ર રાગ હોવાનો સૂચક છે. દૃષ્ટાંતથી આ વાત સમજાવું.


માની લો કે મને મોહનથાળ પર રાગ છે. પાતરામાં આવે, અને વાપરું, તો રાગ થાય છે.

કોઇ સાધુ ગોચરીમાં લાવ્યો તેની ખબર પડવાથી જ જો આનંદ થાય,

તો માનવું પડે કે રાગની માત્રા વધારે છે.

સ્વામિવાત્સલ્યમાં મોહનથાળ હોવાની ખબર પડવાથી પણ આનંદ થાય,તો સમજવું પડે કે રાગ હજી વધારે છે.


મેં સાધુને કહ્યું હોય – ‘મોહનથાળ મળે, તો લાવજો.’ તેને મળવા છતાં ન લાવે...

મને ખબર પડે ત્યારે તેના પર ગુસ્સો આવે, તો સમજવું પડે કે રાગ ઘણો વધારે છે.


એટલે દ્વેષ થવો, તે તીવ્ર રાગનું સૂચક છે. સામાન્ય રાગ હોય, તો દ્વેષ ન થાય.

બારી ખુલ્લી હોય, ઠંડો પવન આવે, તે ગમે છે – તે રાગ છે.

બારી બંધ હોય, અને પવન ન આવે, તો રાગ ન થાય; પણ તેનાથી અકળામણ થાય...

‘કોણે બંધ કરી ?’ તેના પર દ્વેષ થાય... તો તેનો અર્થ એ છે કે રાગ તીવ્ર છે.


એટલે દ્વેષને ઓછો નુકસાનકારક ન માનતા.

દ્વેષના કારણે નરકમાં ગયેલા, પછી એકેન્દ્રિયમાં અનંત કાળ રહે – તેવું બની શકે છે.




Extract from Book Bhavna Nu Mahatmya written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


ભાવનાનું માહાત્મ્ય (Bhavna Nu Mahatmya)
₹40.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page