પુણ્ય પર ભરોસો છે?...
- May 9
- 1 min read
Updated: May 10

પુણ્ય પર તમારી શ્રદ્ધા કેવી છે ? તે વાત, એક દૃષ્ટાંતથી સમજાશે.
ગોરેગાંવ-મુંબઇમાં મારા ગુરુદેવને મળવા એક ભાઈ આવેલા. તેમણે એક પ્રસંગ જણાવ્યો. પૌત્રને લઇને દેરાસર દર્શન કરવા ગયા. દર્શન કરાવીને પૌત્રના હાથમાં પૈસા આપીને કહ્યું – ‘બેટા, ભંડારમાં નાખ.’ પૌત્રએ પૂછ્યું – ‘દાદા, ભંડારમાં પૈસા શું કામ નાખવાના ?’
તમે પણ તમારા નાના દીકરા કે પૌત્રને આવું શીખવાડતા હશો. તે આવો પ્રશ્ન પૂછે, તો શું જવાબ આપો ?
સભા : ધનની મૂર્ચ્છા ઉતારવા માટે.
નાની ઉંમરના બાળકને આવા ભારેખમ શબ્દોમાં શું સમજાય ? તેની ભાષામાં જવાબ આપવો પડે.
સભા : પુણ્ય બાંધવા માટે.
તો તે પૂછશે – પુણ્ય એટલે શું ? એ શું કામ બાંધવાનું ?
પેલા ભાઇએ તેની ભાષામાં જવાબ આપ્યો – ‘બેટા, આમાં જેટલા પૈસા મૂકીએ, તેના અનેક ગણા થઇને પાછા મળે.’ આવો જવાબ દીકરાને સમજાય.
પણ પછી દીકરાએ સરસ પ્રશ્ન કર્યો – ‘દાદા, જો અનેક ગણા થઇને પાછા મળતા હોય, તો આટલા જ પૈસા કેમ ભંડારમાં મૂકવાના ? પાકીટમાં છે, એટલા બધા કેમ નહીં ?’ છે તમારી પાસે આ સવાલનો કોઇ જવાબ?
Extract from Book Sukh Kyan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments