top of page

ધર્મનું ફળ Product અને Byproduct

  • May 16
  • 1 min read
A child receiving a gift for school, illustrating the Byproduct of religion according to P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


આરાધનાનું મુખ્ય ફળ (Product) દોષોનો ઘટાડો છે. આરાધના કરવાની તેના માટે જ છે.બીજાં ફળો પણ તેનાથી મળી શકે, મળે છે, જેમ કે પુણ્યબંધ, કર્મનિર્જરા વગેરે. પણ એ બધા By-Product છે.


આપણે અનંત કાળમાં આરાધના કરી, પણ By-Product માટે જ કરી. તેને જ આપણે મુખ્ય ફળ (Product) માની લીધું. હકીકતમાં જે મુખ્ય ફળ છે, તે આપણને જોઇતું જ નહોતું.તેથી આરાધના કરવા છતાં આપણા દોષો ઘટ્યા નહીં, આપણો સંસાર એવો ને એવો રહ્યો.


જે હજુ ધર્મમાર્ગે ચડ્યો જ નથી, તેને By-Product બતાવીને પણ ધર્મમાર્ગે ચડાવાય – એ જુદી વાત છે.

એનું કારણ એ છે કે ધર્મનું જે મુખ્ય ફળ છે, તેની તેને સમજ જ નથી, તેનું કોઇ આકર્ષણ જ નથી. તેના માટે ધર્મ કરવા એ તૈયાર થવાનો જ નથી. એટલે, તેને ધર્મ કરતો કરવા માટે By-Product જ બતાવવી પડે. પાઠશાળા જવાનું તો ભણવા માટે છે.


પણ જેને ભણવાના લાભ જ ખબર નથી, અને એટલે ભણવું નથી, ભણવા માટે પાઠશાળા જવું નથી; તેવા બાળકને ગિફ્ટનું આકર્ષણ બતાવીને પણ પાઠશાળા મોકલાય છે.


ગિફ્ટ માટે પાઠશાળા જશે, ભણશે... નાનપણમાં એના સંસ્કાર પડશે... પછી સમજણ આવશે, ત્યારે ભણવાના લાભ સમજાશે.


એ રીતે,‘દોષોના ઘટાડામાં જ સાચું સુખ છે’ એ પ્રભુની વાત જે જીવોને હજી સમજાઇ જ નથી... અને એટલે દોષો ઘટાડવાની કોઇ ઇચ્છા જ નથી...

તેમને પુણ્યબંધ વગેરે, જે ધર્મના હકીકતમાં આનુષંગિક ફળ (By-Product) છે, તે બતાવીને પણ ધર્મમાં જોડવામાં આવે છે.


પુણ્યથી મળતી સામગ્રીનું આકર્ષણ તો જીવમાં અનાદિ કાળથી પડ્યું જ છે. એટલે પુણ્ય બાંધીને તે સામગ્રી મેળવવા માટે ધર્મ કરવા જીવ જલ્દી તૈયાર થઇ જાય છે



Extract from Book Sukh Kyan written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


અધ્યાત્મ યાત્રા (Adhyatma Yatra)
₹40.00₹10.00
Buy Now


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page