top of page
Search


જ્ઞાન: પરિણતિ અને માહિતી...
મોક્ષમાર્ગના અંગભૂત જ્ઞાન, એ પરિણતિ રૂપ છે, માત્ર માહિતીરૂપ નથી. કોઇપણ વસ્તુના ગુણધર્મોનું જ્ઞાન એ માહિતી છે. જેમ કે સાકર મીઠી છે, મરચું તીખું છે. ‘આ કરવા જેવું છે’ ‘આ છોડવા જેવું છે’ એવું જ્ઞાન, એ પરિણતિ છે. માહિતીમાં સાચી-ખોટી એવા ભેદ પડે છે; શુભ-અશુભ એવા ભેદ માહિતીમાં વાસ્તવિક હોતા નથી. માત્ર માહિતી, એ આધ્યાત્મિક ગુણ નથી. માત્ર માહિતી માટેનો પુરુષાર્થ, એ આધ્યાત્મિક પુરુષાર્થ નથી.. માહિતી હોવાથી આધ્યાત્મિક વિકાસ થાય જ, તેવો નિયમ નથી. માહિતી ન હોવાથી આધ્યાત્મિક વિકાસ અટકે જ,
bottom of page
