કયું ધ્યાન ઉચ્ચ સાધના...
- 20 hours ago
- 1 min read

ધ્યાન શબ્દના અનેક અર્થ થઇ શકે.
‘ધ્યાન રાખીને ચાલજો, પડી ન જવાય..’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે –સાવધાની...
‘ધ્યાન આપીને ભણ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે સ્થિરતા...
‘ધ્યાનથી જુઓ...’ આ વાક્યમાં ધ્યાનનો અર્થ છે – સૂક્ષ્મતા...
આવા બીજા પણ અર્થ હોઇ શકે છે.
જે ધ્યાનને શાસ્ત્રકારે ઉચ્ચ કક્ષાની સાધના બતાવી, જે ધ્યાનથી વિશિષ્ટ કર્મનિર્જરા-મોક્ષ બતાવ્યો, તે ધ્યાનનો અર્થ શુભ ભાવોની સ્થિરતા છે.
ધ્યાનરૂપ બનેલ ક્રિયામાં શુભ ભાવોની સ્થિરતા હોવાથી, તે ધ્યાનરૂપ ન બનેલ ક્રિયા કરતાં ઉચ્ચ કક્ષાની સાધના છે જ.
બીજે ક્યાંય ધ્યાન શબ્દનો પ્રયોગ થાય, તો તેનો અર્થ જુદો હોઇ શકે છે. ચિંતન-ભાવના-અનુપ્રેક્ષા અર્થમાં કોઇ ‘ધ્યાન’ શબ્દનો પ્રયોગ કરે, તેવું બની શકે છે.
ત્યારે એ સ્પષ્ટ સમજવાનું છે કે એ ‘ધ્યાન’ નો અર્થ ઉચ્ચ કક્ષાની સાધના નથી... તે ધ્યાનથી વિશિષ્ટ કર્મક્ષય થવાનો નિયમ નથી...બીજી આરાધનાની જેવી તે પણ એક આરાધના જ છે.
હા, જેમ બીજી આરાધના ધ્યાન બની શકે, તેમ એ ચિંતન પણ ધ્યાન બની શકે...
ધ્યાન શબ્દના મૂળભૂત શાસ્ત્રોક્ત પદાર્થ સિવાયની વસ્તુને ધ્યાન કહીને, પછી તેને ‘ઉચ્ચ સાધના’ અને ‘વિશિષ્ટ કર્મક્ષયનું કારણ’ કહેવાય છે – એ યોગ્ય નથી.
કોઇ એવું માની લે, તો તે ભ્રમ છે. કોઇ તેવું કહે, તો તે અસત્ય છે.
Extract from Book Samyaktva written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.




Comments