top of page

જિનશાસન - સુખનો માર્ગ - ૨

  • Writer: Shraman Books
    Shraman Books
  • Sep 12
  • 1 min read

Updated: Sep 22


ree

પ્રભુએ સુખી થવાનો જે માર્ગ બતાવ્યો, તેનું નામ જ ધર્મ છે – જિનશાસન છે.


શાસન એટલે શું ?

સુખી થવાનો પ્રભુએ બતાવેલો માર્ગ – શ્રુતજ્ઞાન, શાસ્ત્રો...

તે માર્ગ પર ચાલનારા આરાધકો – ચતુર્વિધ સંઘ...

તે માર્ગ પર ચાલવામાં અનુકૂળ બનતી સામગ્રી – જિનમંદિર, પાઠશાળા, તીર્થો, આયંબિલશાળા વગેરે...

એ બધાનો સમુદાય તે જ જિનશાસન છે.

તે બધાના કેન્દ્રમાં તો પ્રભુએ બતાવેલો સુખી થવાનો માર્ગ જ છે.


ધર્મ કરવાનો – પાપ છોડવાનો ઉપદેશ પ્રભુએ શા માટે કર્યો ? તેવો આગ્રહ રાખવામાં પ્રભુને શો સ્વાર્થ હતો ? કંઇ જ નહીં.

સંસાર છોડીને સંયમ લેવાનું પ્રભુએ કેમ કહ્યું ?

પ્રભુએ પોતાના જ્ઞાનમાં જોયું કે સંયમ જ સુખનો માર્ગ છે, સંયમમાં સુખ છે.

તે પ્રભુએ આપણને બતાવ્યું – સંયમ લેનારો સુખી થશે.


આ પદાર્થ તમને સમજાશે – આત્મસાત્ થશે, તો તમારી ધર્મ પ્રત્યેની દૃષ્ટિ જ બદલાઇ જશે.


સુખ શેમાં છે ? એ સમજણ બદલાઇ શકે છે – જુદી જુદી હોઇ શકે છે.

તમે સુખ જુદી વસ્તુમાં માનતા હો... પરમાત્મા સુખ જુદી વસ્તુમાં બતાવતા હોય...

એવું બની શકે છે.

પણ એક વાત નક્કી છે કે તમારે સુખી થવું છે, અને પરમાત્મા તમને સુખી કરવા માંગે છે. તેના માટે જ – સુખના માર્ગરૂપે જ – ધર્મ બતાવે છે, શાસનની સ્થાપના કરે છે.


Extract from Book Sukh Kyan ? written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સુખ ક્યાં ? (Sukh Kyan)
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page