top of page

સમતા

  • Writer: Shraman Books
    Shraman Books
  • Nov 28
  • 1 min read

Updated: Nov 29

ree

સખત ગરમી હોય ત્યારે પણ.. પરસેવાના રેલા ઉતરતા હોય તો પણ.. સાધુ મસ્તીથી સ્વાધ્યાય કરી રહ્યો હોય, ગરમીની નોંધ પણ ન લેતો હોય. ત્યારે તમારા જેવા વંદન કરવા આવ્યા હોય, તે કહે. - 'સાહેબ ! બહુ ગરમી છે. આવી તો ક્યારેય નથી પડી.’ અને મહાત્માનું મન સ્વાધ્યાયમાંથી ગરમી પર જાય - તેની સમતા ખંડિત થાય. 

આવું બોલવાથી શો લાભ થાય ?


સાધક આત્માઓ સાથે શી રીતે વાત કરવી ? તેનો તમારે વિવેક કેળવવો જોઈએ.

તેમની સાધના વધે, તેવી જ વાત કરાય, બીજી નહીં.

એક વાત યાદ રાખો.

ગોચરીમાં મીઠાઇ આવે કે કરિયાતું - બંને સમાન લાગે તે મારો આદર્શ છે. પણ તેવી પરિણતિ આત્મસાત્ ન થઈ હોય, મીઠાઇ પર રાગ થઈ જ જતો હોય, તો મીઠાઇ છોડવી - એ મારા માટે માર્ગ છે. ભલે એ સર્વોત્કૃષ્ટ સમતા નથી, પણ ‘વિગઈના ત્યાગ નો પ્રશસ્ત રાગ; વિગઈ પરના અપ્રશસ્ત રાગને તોડનાર છે.


તે રીતે, તમે ગમે તે બોલો, ત્યારે સમતા ટકાવવી - તે મારા માટે આદર્શ છે. પણ તેવી પરિણતિ પ્રાપ્ત ન થઈ હોય, તો અવિવેકી શ્રાવકોના સંપર્કથી દૂર રહેવું – એ માર્ગ છે.

Extract from Book Aho ! Jinshashanam written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.


સ્યાદ્વાદ (Syadvad)
₹40.00₹10.00
Buy Now

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page