સંસ્થાના અગ્રણીઓ માટે ખાસ...
- Shraman Books
- 3 days ago
- 1 min read

આપણે સત્તા ભોગવવા માટે નહીં, સેવાનો લાભ મેળવવા માટે ટ્રસ્ટી બન્યા છીએ - તે હંમેશા યાદ રાખવું.
સેવા કરીને આપણે સંઘ પર ઉપકાર નથી કરતા, સંઘ આપણને સેવાનો લાભ આપીને ઉપકાર કરે છે - તેવી ભાવનાથી ભાવિત બનવું.
સેવાભાવી સંસ્થાનો વહીવટ એટલે - લોકોના પૈસા ખર્ચીને પુણ્ય બાંધવાનો અવસર !
સેવાનો લાભ ચૂકીએ તો વેદના થવી જોઈએ. સત્તા ન મળે તેનો અફસોસ ન થવો જોઈએ.
કદાચ આપણને પૂછ્યા વિના પણ સંઘનાં હિતનું સારું કામ થયું હોય, તો તેને બિરદાવવું જોઈએ.
'મને પૂછ્યા વિના થયું' તેનો અસંતોષ, ફરિયાદ કે સંઘર્ષ તો
સંસ્થાના પદ પર રહેવાની ગેરલાયકાતની જાહેરાત ગણાય..
Extract from Book Sanstha Management written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.
સંસ્થા મેનેજમેન્ટ (Sanstha Management)
₹10.00₹5.00
Buy Now

Comments