સંસ્કાર શી રીતે સુધરે ?
- Shraman Books
- Aug 18
- 1 min read
Updated: Sep 22

કોઇપણ ભાવનાનું પરિણામ તાત્કાલિક મળતું નથી. મળે તો દેખાતું નથી, કારણકે વિપરીત સંસ્કારો અનંત કાળના છે.
તેનો નાશ કરવા લાંબા કાળ સુધી, સતત અને સખત પુરુષાર્થ અનિવાર્ય છે.
સભા : સંસ્કાર એટલા ગાઢ છે કે પુરુષાર્થ કાચો પડે છે.
એવું ન માનો કે પુરુષાર્થ નિષ્ફળ જાય છે.
મને ગુસ્સો બહુ આવતો હોય... હું જાતને ભાવિત કરું કે ‘ગુસ્સો કરવા જેવો નથી...’ તેનાથી ગુસ્સો આવતો સર્વથા બંધ ન થાય. પણ,
1.પહેલાં ૧૦ નિમિત્ત મળે, તો દસેમાં ગુસ્સો આવતો હોય, તો હવે ૧૦માંથી ૮-૯ માં આવે. એક-બે વાર યાદ આવે – ‘ગુસ્સો કરવા જેવો નથી.’ અને મન શાંત થઇ જાય.
2.ગુસ્સાની તીવ્રતા ઘટે.
3.ગુસ્સો આવ્યા પછી ટકવાનો સમયગાળો ઘટે. આટલા લાભ થાય.
અનંત કાળના વિપરીત સંસ્કારોનો નાશ કરવા, વર્ષો જ નહીં, કદાચ ભવો જોઇશે. પણ પુરુષાર્થ કરશું, ચાલુ રાખશું, તો પરિણામ મળશે.
માસતુસ મુનિને કેટલા વખતે પરિણામ મળ્યું ? ૧૨ વર્ષે.
ત્યાં સુધી સ્હેજ પણ પરિણામ મળ્યું નથી. છતાં પુરુષાર્થ ચાલુ રાખ્યો, તો ઉત્કૃષ્ટ-અંતિમ પરિણામ મળી ગયું.
હકીકતમાં તો માનવું પડે કે…
બહાર પરિણામ ભલે દેખાયું ન હોય, અંદર તો ફેરફાર ચાલુ જ હતો.
એવું નથી કે ૧૧ વર્ષ ૩૫૯ દિવસ સુધી કશું ન થયું, અને એક જ દિવસમાં બધું થઇ ગયું. છેલ્લા દિવસે બહાર દેખાયું, અંદર તો ફેરફાર ચાલુ જ હતો.
Extract from Book Samyaktva written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.

Superb