કર્મ અને પુરુષાર્થ…
- Shraman Books
- 19 hours ago
- 1 min read

પ્રશ્ન : એવું કહેવાય છે ને કે – ગમે તેટલો પુરુષાર્થ કરો, જે કર્મમાં હોય, તે જ થાય.
જિનશાસનને તેવો એકાંત માન્ય નથી. કર્મને પુરુષાર્થ દ્વારા બદલી પણ શકાય છે, તેવું જિનશાસન માને છે. તમે જે કહી, તે વિચારણા, પુરુષાર્થ કર્યા પછી નિષ્ફળતા મળે, ત્યારે કરવાની હોય છે; પુરુષાર્થ કર્યા પહેલાં નહીં.
મહેસાણા આવ્યા પછી વ્યાખ્યાન કરું... કોઈ ન પામે, તો વિચારું – ‘જેની ભવિતવ્યતા હોય, તે પામે’; તો બરાબર છે. પહેલેથી જ વિચારું કે ‘જેની ભવિતવ્યતા હશે, તે પામવાના જ છે’; તો પછી તો વ્યાખ્યાન કરવાનું જ ન રહે.
પ્રશ્ન : આપ વ્યાખ્યાન આપો, પણ જેનાં કર્મમાં હોય, તે જ સાંભળવા આવે ને?
તેવો એકાંત નહીં માનવાનો. ઘણાંને કર્મજન્ય પ્રતિકૂળતા હોય છે, પણ પુરુષાર્થ દ્વારા અનુકૂળતા ઊભી કરીને આવે છે.
એકાંતિક કર્મવાદ પ્રભુશાસનને માન્ય નથી.
હા, પુરુષાર્થ કર્યા પછી નિષ્ફળતા મળે, તો કર્મને કારણ માની લેવું,
તે હતાશાથી, કષાયથી બચવા માટે છે; તેથી માન્ય છે…
Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments