સ્યાદ્વાદ – સ્યાત્ નો અર્થ
- Shraman Books
- Oct 20
- 1 min read
Updated: Oct 24

ચરણકરણાનુયોગનો સ્યાદ્વાદ સમજીએ.
‘જિનપૂજા કરવી જોઇએ.’ આ વાક્યનો અર્થ થશે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત થાય.’
તેમાં ‘સ્યાત્’ આ રીતે લગાડવાનો છે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય.’
હવે કહો – આ વાક્યમાં રહેલા ‘પણ’ શબ્દનો અર્થ શું ?
સભા : જિનપૂજા સિવાયની બીજી આરાધનાથી પણ હિત થાય.
એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી પણ આત્માનું હિત થાય.’ એમ કહેવું જોઇએ.
સભા : જિનપૂજાથી અમારું પણ હિત થાય, બીજાનું પણ.
એવો અર્થ કરવો હોય, તો ‘જિનપૂજાથી આત્માનું પણ હિત થાય.’ એમ કહેવું જોઇએ.
મેં જે વાક્ય કહ્યું, તેનો અર્થ એ થશે કે - ‘જિનપૂજા કરવાથી આત્માનું હિત પણ થાય, અહિત પણ થાય.’
સભા : પૂજા કરવાથી અહિત શી રીતે થાય ?
તમને ખ્યાલ હશે જ, કે જેના શરીરમાંથી સતત પરૂ નીકળતું હોય, તેને પૂજા કરવાનો નિષેધ છે; કારણકે તેમાં પ્રભુની આશાતના થાય છે.
પરૂ નીકળતું હોવા છતાં, શાસ્ત્રનો અનાદર કરીને કોઇ પૂજા કરે, તો અહિત જ થાય ને ?
સાધુને દ્રવ્યપૂજાનો નિષેધ છે. તેનો અનાદર કરીને કોઇ સાધુ પૂજા કરે, તો શું થાય?
Extract from Book Syadvad written by P.P. Bhavyasundar Vijayji Maharaj Saheb.



Comments