top of page
Search


ધર્મ સ્થાનમાં અનુચિતતાની જવાબદારી...
પ્રશ્ન : ધર્મસ્થાનમાં કંઈ અનુચિત થાય, તો તેના પાપના ભાગીદાર ટ્રસ્ટીઓ બને ? ઉત્તર : આનો જવાબ હું આ રીતે આપીશ - મારો શિષ્ય પાપ કરે, તો મને પાપ લાગે ? જો હું તેને પાપ કરવાની આજ્ઞા કરું કે રજા આપું, તો લાગે. તેને પાપ કરવામાં મારી અનુમતિ હોય તો પણ લાગે. મારી ઈચ્છા એવી હોય કે, ‘તે પાપ કરે’, ભલે હું તેવું બોલું નહીં, તો પણ લાગે. તે પાપ કરે છે તેવી મને ખબર હોય, હું તેને અટકાવી શકું તેમ હોઉં, છતાં ઉપેક્ષા કરું તો પણ લાગે. પણ, મારી જાણ બહાર તે પાપ કરે, તો હું શું કરી શકું ? હું બેદરકાર
bottom of page
