top of page

કષાયજય 1.0 : Highlights

  • May 31
  • 2 min read

Updated: 5 hours ago


Session Topics

1 : કષાયને જાણીએ

2 : કષાયને પડકારીએ

3 : કષાયને ખોળીએ

4 : કષાયને ઘટાડીએ

5 : કષાયને શમાવીએ

6 : કષાયને જીતીએ

--------------------------------------

પ્રવચન સાર :

  • ‘પૈસા કમાવાના ઉપાયો’ બતાવાતા હોય, તો સાંભળવા મન લલચાય છે.

    ‘કષાય ઘટાડવાના ઉપાયો’ સાંભળવા મન લલચાય છે ખરા ?


  • નફો થાય, તે જ ધંધો સાચો છે.

    જેનાથી કષાય ઘટે, તે જ સાચી આરાધના છે.


  • ધંધો કરવામાંથી નફો થઈ નથી જતો. નફો કરવાનું લક્ષ્ય જોઈએ, તેની ગણતરી પૂર્વક ધંધો કરાય; તો નફો થાય.

    આરાધના કરવા માત્રથી કષાય ઘટી નથી જતા. કષાય ઘટાડવાનું લક્ષ્ય જોઈએ, તે રીતે આરાધના કરાય, તો નફો થાય.


  • બીજાના વધુ લખાણ સહન ન થઇ શકવા રૂપ (આપણને લાગતા અત્યંત નાના) કષાયે પણ સિંહગુફાવાસી મુનિનું પતન કર્યું છે.)

    નાની પણ ચિનગારી, દાવાનળ ભડકાવી શકે છે. નાનો લાગતો પણ કષાય, અનંત સંસાર ઊભો કરી શકે છે.


  • આ મનુષ્યભવ અને જિનશાસન કષાય ઘટાડવા માટે મળ્યા છે.

    કષાયને ઘટાડીને તો જ મળેલા મનુષ્ય જન્મ અને જિનશાસનની સાર્થકતા છે.


  • ‘મારે આ ભવમાં કષાય ઘટાડવા જ છે’ એવો દૃઢ સંકલ્પ હશે, તો જ કષાય ઘટશે.

    અને તેના માટે રોજે રોજ જાતને યાદ કરાવવું પડશે - ‘કષાય ઘટે, તો જ તારો જન્મ સફળ છે.’


  • આરાધના કરવાના સમય પૂરતાં જ કષાય ઘટાડીએ, તે હકીકતમાં ઘટાડો નથી, દમન છે.

    આરાધના પૂર્ણ થયા પછી પણ કષાય ઘટેલા રહે, તે સાચો ઘટાડો છે, શમન છે.

    તેના માટે આરાધના સાથે ભાવના હોવી અનિવાર્ય છે.


  • ઉપધાનમાં ૪૭ દિવસ ધંધો છોડો છો... પણ ઘરે ગયા પછી લોભ એવો ને એવો રહે છે; કારણકે ૪૭ દિવસ ‘લોભ ખરાબ છે... કાયમ માટે ઘટાડવા જેવો છે...’ એવી ભાવના નથી હોતી.


  • કેટલાય કષાયોને ‘કષાય’ રૂપે આપણે ઓળખતા જ નથી.

    દૂધ મોળું આવે, અને ખાંડ નાખવાની ઈચ્છા થાય, તે પણ એક કષાય છે – એ ખબર છે ?


  • ૨૪ કલાક ગુસ્સો ન કરે, તેને ૧ લાખ રૂ.નું ઇનામ હોય, ત્યારે ૧ લાખ રૂ. માટે ગુસ્સો છોડનાર, લોભને પોષવા ક્રોધને દબાવે છે... તે કષાયનો ઘટાડો નથી.

    ભવાંતરમાં સદ્‌ગતિ મેળવવા માટે જ જો આપણે કોઇક દોષ છોડતા હોઈએ, તો એ ૧ ભવ પૂરતું દમન જ નથી ને ? એ વિચારવા જેવું છું.


  • અનંત કાળમાં આરાધના ઘણી કરી... પણ

    • કષાય ઘટાડવાનું લક્ષ્ય જ નહોતું...

    • કષાયની ઓળખાણ જ નહોતી...

    • થોડા કાળ માટેના દમનને કષાયનો ઘટાડો માની લીધો...

    એના કારણે, હકીકતમાં કષાય ઘટ્યા જ નથી...


  • હવે જો આ ભવમાં કષાય ઘટાડવા જ હોય, તો

    • તેનું લક્ષ્ય કેળવવું પડશે.

    • કષાય ઓળખવા પડશે.

    • દમન નહીં, શમન કરવું પડશે. તેના માટે ભાવના જોઈશે...


    એ ભાવના કઈ... ?

    આ પ્રશ્નોના ઉત્તર અને સચોટ માર્ગદર્શન મેળવવા માટે... આવી રહ્યું છે..

    કષાયજય 2.0

    ...COMING SOON...



6 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
ભવ્યાંગી શાહ (વડોદરા)
a day ago
Rated 5 out of 5 stars.

કષાયો કેટલા ભયંકર છે તે આ શિબિર થી સમજાયું. એક કષાય દબાવવા જતા બીજો કેમ ઊભો થાય છે એ ખરેખર પહેલી વાર જાણવા મળ્યું. કષાય નું દમન જ કરતાં આવ્યા છીએ હવે શમન systematically કેમ કરવું તે પહેલી વાર સમજ્યું 🙏

Like

લબ્ધિ (વડોદરા )
a day ago
Rated 5 out of 5 stars.

અત્યાર સુધી પ્રેક્ટિસ મેચ ના જેમ લક્ષ વગર ની જ આરાધના કરી છે માટે ફળ નથી મળ્યું એ સમજાયું. હવે પ્રેક્ટિસ મેચ નઈ પણ real મેચ ના જેમ લક્ષ સાથે આરાધના કરવાનું સમજાયું. સાચી આરાધના કેમ કરવી તે સમજાવા બદલ ગુરુદેવ નો ખુબ ખુબ આભાર 🙏

Like

નીતાબેન (અમદાવાદ)
Jun 02
Rated 5 out of 5 stars.

શિબિર થી કશાય ની ગંભીરતા જાણી, બે વાત ખરેખર યાદ રહી ગઈ:

૧. નાનો પણ કષાય અવગણી શકાય નહીં. નાનો કષાય એ અનંત કાળ પરિભ્રમણ કરાવી શકે છે.

૨. દુનિયામાં જે કામ કરવું હોય એના માટે સમય કાઢવો પડે, સમય મળતો નથી, તેમ કષાય જીતવા હોય તો તેના માટે સમય કાઢવો પડે, એમ જ કષાય નઈ જીતી જવાય. 🙏

Like

Rushabh Shah ( Surendra Nagar)
Jun 02
Rated 5 out of 5 stars.

આ જન્મ કષાય ના વિજય માટે મળ્યો છે. અત્યાર સુધી કષાયો ને ઓળખી જ નતો શક્યો, આ શિબિર થી ૪ કષાયો ને ઓળખ્યા, તેમના મુળ ને જણાયું, એને કઈ રીતે પકડવા એ જાણ્યું. એના માટે ની step by step પ્રોસેસ અહીંયા પહેલી વાર જાણી, આ શિબિર થી એવું લાગે છે કે જો પદ્ધતિસર મહેનત કરવામાં આવે તો કષાય ને જીતી શકાય છે.

Like

Dilip Vasa
May 31
Rated 5 out of 5 stars.

અત્યાર સુધી આરાધનાને ઉચ્ચ બનાવા માટે વિધિ શુધ્ધિનો ધ્યેય હતો, અને વિધિ શુધ્ધિ માં જ આત્મ સંતોષ માની લીધેલો પણ પૂજ્યશ્રી ને સાંભળ્યા પછી ખબર પડી કે વિધિ ની શુધ્ધિ કરતા પણ પરિણતિ શુદ્ધિ નું કેટલું મહત્વ છે. ખરી આરાધના રાગ દ્વેષ ઘટાડવાના લક્ષ થી જ શરૂ થાય છે, આ આત્મ કલ્યાણ નો આવો ક્લીઅર કટ માર્ગ પહેલી વાર જાણ્યો 🙏

Like
bottom of page